ભાવ તૂટતા હીરાની ચમકમાં ઘટાડો

ભાવ તૂટતા હીરાની ચમકમાં ઘટાડો

ભાવ તૂટતા હીરાની ચમકમાં ઘટાડો

Blog Article

ઊંચા ફુગાવાના છેલ્લાં બે વર્ષમાં ડાયમંડના ભાવમાં આશરે 26 ટકાનો ઘટાડો થયો છે. લેબ-ગ્રોન ડાયમંડના ભાવ પણ 2020ની સરખામણીમાં આશરે 74 ટકા તૂટ્યા છે.

લંડનમાં હીરા વેપારના કેન્દ્ર ગણાતા હેટન ગાર્ડનમાં એક ઝવેરીએ જણાવ્યું હતું કે હીરા ખરીદવાનો આ ખરાબ સમય છે. હીરા કદાચ થોડા અઠવાડિયામાં સસ્તા થઈ જશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું નામ ડી બીયર્સે ગયા મહિને જણાવ્યું હતું કે તેને 2024ની શરૂઆત બે અબજ ડોલરના ડાયમંડ સ્ટોક સાથે કરી હતી અને આખુ વર્ષ જળવાઈ રહેવાની ધારણા છે. કંપનીએ તેની ખાણોમાં ઉત્પાદનમાં 20% ઘટાડો કર્યો છે.

ભાવમાં ઘટાડા માટે ઘણા કારણોને જવાબદાર ગણાવતા ટેનોરિસના મેનેજિંગ પાર્ટનર એદાહ ગોલને જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી રિવેન્જ સ્પેન્ડિંગને કારણે માગમાં ઉછાળો આવ્યો હતો. જંગી માગ સંતોષાય પછી તેમાં ઘટાડો થયો છે. ચીનની માગ ઘટી છે. વૈશ્વિક અર્થતંત્ર અંગે નિરાશાજનક વાતાવરણ છે. સૌથી મોટું પરિબળ લેબ-ગ્રોન ડાયમંડનો ઉદભવ છે. કુદરતી હીરા માટે અબજો વર્ષોની સરખામણીમાં લેબ-ગ્રોન ડાયમંડ થોડા કલાકોમાં બનાવી શકાય છે. બ્રાઇડલ જ્વેલરી માર્કેટમાં હવે સિન્થેટીક હીરાનો હિસ્સો 45 ટકા છે, જે ડી બીયર્સ જેવી કંપનીઓ માટે મોટો ફટકો છે.

ટેનોરિસ અમેરિકામાં 2,000થી વધુ દુકાનોમાં હીરાની કિંમતો પર ટ્રેક રાખે છે. એક કેરેટના કુદરતી હીરાની સરેરાશ કિંમત મે 2022માં $6,819ની ટોચે પહોંચી હતી અને ગયા ડિસેમ્બર સુધીમાં ઘટીને $4,997 (£3,923.83) થઈ હતી, જે 26.7% ઘટાડો દર્શાવે છે. લેબ-ગ્રોન હીરાની કિંમત જાન્યુઆરી 2020માં $3,410થી ઘટી ડિસેમ્બરમાં માત્ર $892 (£700.43) થઈ હતી, જે 73.8%નો ઘટાડો દર્શાવે છે. હેટન ગાર્ડનના સૌથી જૂના ઝવેરી ઇ કાત્ઝ એન્ડ કંપનીના ડાયરેક્ટર રોબર્ટ વિલિસે જણાવ્યું હતું કે લેબ-ગ્રોન માર્કેટમાં ત્રણ કેરેટ સામાન્ય બન્યા છે.

Report this page